તાઉ'તે વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો માટે ૧૦૫ કરોડનું ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કરી.

તાઉ'તે વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો-સાગરખેડૂઓને થયેલા વ્યાપક નુક્સાનમાંથી

બેઠા કરી પૂર્વવત કરવા રૂપિયા ૧૦૫ કરોડનું ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કરી.

-: મુખ્યમંત્રીશ્રીએ જાહેર કરેલા રાહત સહાય પેકેજની મુખ્ય વિશેષતાઓ :-

બોટ, જાળ/સાધન સામગ્રીને થયેલા નુક્સાન સામે સહાય પેટે થયેલા નુક્સાનના ૫૦ ટકા અથવા રૂ. ૩૫,૦૦૦ સુધી સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે.

અંશત નુકશાન પામેલ નાની બોટના કિસ્સામાં ૫૦% અથવા રૂ. ૩૫,૦૦૦ સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે.


નાની બોટ પૂર્ણ નુકશાન પામી હશે તો આવી બોટની કિંમતના ૫૦% અથવા રૂ. ૭૫,૦૦૦ બેમાંથી જે ઓછુ હોય તે આપવામાં આવશે.

અંશત નુકશાન પામેલ ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટના કિસ્સામાં તેની કિંમતના ૫૦% અથવા રૂ. ૨.૦૦ લાખ બેમાંથી જે ઓછું હોય તે ઉચ્ચક સહાય થશે.

આ ઉપરાંત ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટના અશંત નુક્સાનના કિસ્સામાં માછીમાર રૂપિયા પાંચ લાખ સુધીની લોન મેળવે તો તેના પર ૧૦ ટકા સુધીની વ્યાજ સહાય ૨ વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે.

પૂર્ણ નુકશાન પામેલ ટ્રોલર,ડોલનેટર,ગીલ નેટર બોટના કિસ્સામાં તેની કિંમતના ૫૦ ટકા અથવા રૂ. પાંચ લાખ બેમાંથી જે ઓછું હશે તે ઉચ્ચક સહાય રાજ્ય સરકાર આપશે.


આ ઉપરાંત માછીમાર રૂપિયા ૧૦ લાખ સુધીની લોન મેળવે તો તેના પર ૧૦ ટકા સુધીની વ્યાજ સહાય ૨ વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે.

ઈનપુટ સબસીડી મત્સ્ય બીજ,ફીડ, સાધન સામગ્રી માટે હેક્ટર દીઠ રૂપિયા ૮૨૦૦ પ્રમાણે સહાય અપાશે.

નુકશાન પામેલ બોટના ખલાસીઓને જીવનનિર્વાહ માટે ખલાસી દીઠ ઉચ્ચક રૂ.૨૦૦૦/- ની સહાય ખલાસીઓના ખાતામાં સીધા DBTથી ચૂકવાશે.

દરિયાકાંઠાના જાફરાબાદ - નવાબંદર -સૈયદ રાજપરા - શિયાળબેટ ખાતેના મત્સ્ય બંદરોને મોટા પાયે થયેલા માળખાકીય નુક્સાનની મરામત તથા નવીનીકરણ માટે સહાય પેકેજમાં રૂ. ૮૦ કરોડનો ખર્ચ થશે.


ઓફિશિયલ પ્રેસનોટ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Post a Comment

0 Comments