CBSEની ધોરણ-12ની પરીક્ષાઓ રદ કરવામાં આવી.

 CBSEની ધોરણ-12ની
પરીક્ષાઓ રદ કરવામાં આવી.

નિયત સમય મર્યાદામાં સારી રીતે નિર્ધારિત કરવામાં આવેલા હેતુલક્ષી માપદંડોના આધારે ધોરણ XIIના પરિણામો તૈયાર કરાશે.

ધોરણ-12 CBSEની પરીક્ષા રદ કરવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો છે : પ્રધાનમંત્રી

આપણા વિદ્યાર્થીઓનું આરોગ્ય અને સલામતી સર્વોપરી મહત્વના છે અને તેના સંદર્ભમાં કોઇ જ બાંધછોડ કરવામાં આવશે નહીં : પ્રધાનમંત્રી

વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં રહેલી ચિંતાનો અવશ્ય અંત આવવો જોઇએ : પ્રધાનમંત્રી

આવી તણાવપૂર્ણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ પર પરીક્ષા આપવાનું દબાણ લાવવું જોઇએ નહીં : પ્રધાનમંત્રી

તમામ હિતધારકોએ વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવવાની જરૂર છે : પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં CBSEની ધોરણ XII બોર્ડની પરીક્ષા સંબંધે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોવિડના કારણે સર્જાયેલી અનિશ્ચિતતાપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમજ વિવિધ હિતધારકો પાસેથી પ્રાપ્ત થયેલા પ્રતિભાવો પર વિચાર કરીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, આ વર્ષે ધોરણ-12 માટે બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે નહીં.

એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, ધોરણ-12ના વિદ્યાર્થીઓના પરિણામો તૈયાર કરવા માટે નિયત સમય મર્યાદામાં સારી રીતે નક્કી કરાયેલા હેતુલક્ષી માપદંડોના આધારે CBSE દ્વારા પગલાં લેવામાં આવશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, CBSE ધોરણ-12ની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવ્યો છે.


ઓફિશિયલ પ્રેસનોટ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Post a Comment

0 Comments